Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે ગુજરાતના 'ધોરડો'ની ઝાંખી

Live TV

X
  • ધોરડોના 'ભૂંગા' તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા સહિત ઝાંખીના મુખ્ય આકર્ષણ હશે.

    નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. ચાલુ વર્ષે ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ટેબ્લો ગુજરાતની ઝાંખી રજૂ કરશે. 

    આ ટેબ્લોના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો... ધોરડોના 'ભૂંગા' તરીકે ઓળખાતા ઘર,  સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, 'રણ ઉત્સવ', ટેન્ટ સિટી અને યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' સમા ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    આમ, ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આ ટેબ્લો થકી વિકસિત ભારત'ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતાં દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply