Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા કરીને અવસરના વધામણાં કર્યા

Live TV

X
  • મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફૂલ શણગાર સજાવટથી આ મહોત્સવના વધામણાં કર્યાં છે.

    ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક મહોત્સવને લઈને દિવાળીની જેવા જ ઉત્સાહ અને ઉમંગભેર આ ઉત્સવ માનવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. જેમાં પ્રધાનમંત્રી મોદીની આ અપીલનો ઉમંગ અને ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો અને ગામોમાં ઠેર-ઠેર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

    ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફૂલ શણગાર સજાવટથી આ મહોત્સવના વધામણાં કર્યાં છે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામના બિરાજમાન થવાના ઉમંગ ઉત્સવની રામજ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.      

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply