નસવાડી ગ્રુપ દૂધ સંપાદન શિત કેન્દ્રોનું ઉદ્ધાટન કરાયું
Live TV
-
રાજ્ય ના મંત્રી ઈશ્વરસિંહજી પટેલ અને મંત્રી જયદરથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું
નસવાડી ખાતે નવીન દૂધ ધર તેમજ બરોડા ડેરી દ્વારા સ્થાપેલ નસવાડી ગ્રુપ દૂધ સંપાદન શિત કેન્દ્ર અને છોટાઉદેપુર જિલ્લા અને તીલકવાડા તાલુકાના દૂધ સંપાદન શિત કેન્દ્રોનું ઉદ્ધાટન કરાયું.. રાજ્ય ના મંત્રી ઈશ્વરસિંહજી પટેલ અને મંત્રી જયદરથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું છે.
નસવાડી તાલુકો આદીવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. ત્યારે વડોદરા ડેરીના પ્રમુખ દિનેશભાઇ પટેલ અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીના પ્રયાસ બાદ છોટાઉદેપુર, વડોદરા, અને નર્મદા જિલ્લામાં આવેલ ડેરીમાં દૂધનું સ્ટોરેજ રહે અને દૂધની ગુણવતા જણવાઈ રહે તે હેતુ થી નસવાડી ટાઉનમાં દૂધ ધર કેન્દ્ર શરૂ કરાયું. નસવાડી દૂધ ઘરના શિત કેન્દ્રમાં હવે નસવાડી તાલુકા માંથી જે દૂધ બોડેલી મોકલવામાં આવતું હતું. તે 5000 લીટર દૂધનો સંગ્રહ નસવાડી શિત કેન્દ્રમાં કરવામાં આવશે. જે દૂધ ચિલ્ડ થયા બાદ ટેન્કર મારફતે સીધો બરોડા ડેરીમાં મોકલવામાં આવશે. નસવાડી દૂધ મંડળીની પરિસ્થિતિ હાલ સારી ન હોય તે મંડળીને સધ્ધર કરવા માટે બરોડા ડેરીના ઉપપ્રમુખ દ્વારા દૂધ ઘરના બાંધકામ માટે મદદરૂપ બન્યા છે. સાથે જ છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા આમ ત્રણ જિલ્લામાં આવતા નવા કરોડો રૂપીયાના ખર્ચે બનેલા દૂધ શિત કેન્દ્રોમાં ઉદ્ધાટન નસવાડી ખાતે કરવામાં આવ્યા હતા. દૂધમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તેમજ બરોડા ડેરી પેહલાથી વધુ પ્રગતિશીલ ડેરી બની ગઈ છે. તે બાબતની હાજર મહાનુભાઓ દ્વારા સમજ અપાઈ હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રી સિવાય બરોડા ડેરીના પ્રમુખ, ઉપ પ્રમુખ, અને સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, રાજ સભા સાંસદ નારણભાઇ રાઠવા, માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, નસવાડી સરપંચ ગીતાબેન તડવી અને અન્ય ડેરીના ડિરેક્ટરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
