Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં મહિલાઓને ગેસ કનેકશન અપાયા

Live TV

X
  • નવસારીનાં ગણદેવાગામ દેશનું પ્રથમ ધુમાડામુકત બનવા પામ્યું છે.

    પ્રધાનમંત્રી ઉજાલા યોજના અંતર્ગત ધુમાડામુકત નવસારી અભિયાન ઘ્‍વારા નવસારી જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના અને દાતાઓના સહયોગ વડે હજારો મહિલાઓને ગેસ કનેકશનનું વિતરણ કરી નવસારીનાં ગણદેવાગામ દેશનું પ્રથમ ધુમાડામુકત બનવા પામ્યું છે.

    ગામડાના દેશી ચુલા પર જમવાનુ બનાવવુએ ધુમાડાના કારણે રોગને નોતરુ આપવા સમાન છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશનાં બલિયામાં 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'ને લોન્ચ કરી હતી. આ સ્કીમ અંતર્ગત, ત્રણ વર્ષની અંદર લગભગ પાંચ કરોડ ગરીબ પરિવારોને ગેસ કનેકશન મફત આપવામાં આવશે. વડાપ્રધાને ઉજજવલા ગેસ યોજના ઘ્‍વારા અત્‍યાર સુધી દેશમાં ૩ કરોડથી વધુ કનેકશનો અપાઇ ગયાં છે. આવનાર સમયમાં ૨ કરોડ બહેનોને ગેસ કનેકશન અપાવવા પ્રયાસ કરાશે. પ્રધાનમંત્રીના મહિલા સશકિતકરણના અભિયાનને વેગ આપવા પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ ગરીબીરેખા હેઠળના પરિવારોને સ્‍વચ્‍છ ઇંધણ પ્રાપ્‍ત થાય એ માટે નવસારી જિલ્લાની ચારે નગરપાલિકા વિસ્‍તાર સાથે નવસારી જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તાર પણ ધુમાડામુકત બનાવવાનું આયોજન નવસારીના તાત્કાલિન કલેકટર રવીકુમાર અરોરાએ કર્યું હતું.

    નવસારી જિલ્લાના ગણદેવા ગામના રહીશો વર્ષોથી લાકડાના દેશી ચુલા અને કેરોસીનથી ચાલતા સ્ટવ પર જમવાનુ બનાવી આરોગતા હતા પરંતુ હવે ધરમા ખુશીનો માહોલ ઊભો થયો છે ગરીબીના કારણે ઘરમા ગેસનો ચુલો ન વસાવી શકે એવા પરિવારોને તાત્કાલિન જીલ્લા કલેકટર રવિકુમાર અરોરા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે હાથ ધરવામા આવ્યુ હતુ અને દાતાઓની મદદથી ગામના તમામ ઘરોમા ગેસ કનેકશન આપવામા આવ્યા છે અને ગણદેવા ગામ ધુમાડામુકત બનવા પામ્યું છે.

    ૧૫ લાખની વસ્તી ધરાવતા નવસારી જિલ્લામા ૨ લાખ ૫૦ હજાર બીપીએલ કાર્ડધારકો હતા જેમા જિલ્લા તંત્રએ ચકાસણી કરી પ્રધાનમંત્રીની ઊજવલા યોજનાનો લાભ આપવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ જિલ્લા તંત્રએ વિવિધ દાતાઓના સહયોગથી સમગ્ર યોજના બનાવવી ૫૩૩૪૪ જેટલા ગેસચુલાનું વિતરણ સાથે ૭ હજારની વસ્તી ધરાવતા નવસારી જીલ્લાના ગણદેવા ગામમા ૭૦૦ જેટલા ધરોમા ગેસ કનેકશનો ન હતા જેમને તંત્ર અને દાતાઓના સહયોગથી ગામની ગરીબ ગૃહણીઓની સગવડમા વધારો કરી આપતા હાલ નવસારી જીલ્લામાં ૫૦૪૧૭ જેટલા પરિવારોને ગેસ કનેકસનો પુરા પાડવામાં આવ્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા ગેસ સબસીડી છોડવા માટે ગીવ ઈટ અપ એલપીજી નો નારો આપ્યો હતો અને ધનિકોને ગેસ સબસીડી છોડવા આહવાન કર્યુ હતુ હવે ઊજવલા યોજના દ્વારા ગામડાની ગરીબ ગૃહણીઓને ધુમાડાથી રાહત આપવા ગેસ કનેકશનો આપ્યા છે ત્યારે નવસારી જિલ્લાનુ ગણદેવા દેશનુ પહેલુ ગામ સ્મોકલેશ વિલેજ બન્યુ હતું જે દેશ માટે એક મોડલ ગામ બન્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply