નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ : હું ભાજપમાં જ હતો અને ભાજપમાં જ રહીશ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે તેમની પર લાગતા આરોપોને લઈને આપ્યો ખુલાસો
વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિશે કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ નિવેદન આપીને પોતાની રાજનીતિ ચલાવતા હોવાની વાત કરીને ખુલાસો આપ્યો. તેમણે જણાવ્યું કે હાલ મારા નામનો ઉપયોગ કરનાર તમામને અપીલ કરું છું કે મારા નામનો ઉપયોગ ન કરો. તમે મારા નામથી રાજનીતિ ના કરો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસમાં અવવાની વાતો કરીને કૉંગ્રેસ નેતા પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ. હું પહેલા પણ મારી વાત પર અડગ છું હું કોઈ લાલચથી પ્રેરાયો નથી અને ક્યારેય પ્રેરાઇશ નહીં.
