અમદાવાદમાં રક્તની જરૂરિયાત પૂર્ણ કરવામાં પોલીસ કરશે મદદ
Live TV
-
રેડ ક્રોસ સોસાયટી સાથે મળી પોલીસે શરુ કર્યું નવું અભિયાન, 100 નંબર ડાયલ કરવાથી હવે મળશે બ્લડ
અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ રેડ ક્રોસ દ્વારા અમદાવાદ શહેરીજનોને જરૂરિયાત સમયે રક્ત ઉપલબ્ધ થાય તે માટે ડાયલ 100 ની સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અમદાવાદ બ્લડ બેન્ક સાથે મળી આ ઉમદા સેવા પૂરી પાડવા ની શરૂઆત કરવામાં આવી છે. હવે અમદાવાદ શહેરની હદમાં દરેક નાગરિક રેડ ક્રોસ બ્લડ બેન્ક માંથી રક્ત મેળવી શકશે સો નંબર ડાયલ કરવાથી પોલીસ ડિપાર્ટમેન્ટ દર્દીના નામની નોંધણી કરી તેમને એક ટોકન નંબર આપશે આ ટોકન નંબર અને દર્દી નું નામ રેડ ક્રોસ બ્લડ બેન્ક ને જણાવશે દર્દી રેડ ક્રોસ બ્લડ બેન્ક નો સંપર્ક કરશે ત્યારે આ ટોકન નંબર ની ખરાઈ કરી દર્દીને રેડ ક્રોસ બ્લડ બેન્ક તરફથી બ્લડ ઉપલબ્ધ કરાવવામાં આવશે
