Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની રાજ્યભરમાં અનોખી ઉજવણી

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની રાજ્યભરમાં અનોખી રીતે ઉજવણી થઈ રહી છે. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર તથા સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થશે. અનાથ અને ગરીબ બાળકો માટે લાડુ, ચીકી, પતંગ, ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને નવા કપડાંનું વિતરણ કરાશે. એટલું જ નહીં ઉતરાયણ સંદર્ભે ટુ વ્હીલર પર જતા રાહદારીઓ માટે સેફટી ગાર્ડનું પણ વિતરણ કરાશે. સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન, ફૂટપાથ પર રહેતા શ્રમિકો માટે 'ભંડારા' અને નિઃશુલ્ક આહાર કેન્દ્રો પર મીઠાઈનું વિતરણ થશે. સાથે જ રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, સ્ટેશનરી વિતરણ, પોષણ કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરાશે. તો જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે. તો સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે તમામ વિભાગની ઓપીડી તપાસ તથા તમામ નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી નિ:શુલ્ક કરાશે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે 8 જાન્યુઆરીએ 41મો જન્મદિવસ છે, જે માત્ર વ્યક્તિગત ઉજવણી ન બની રહેતા, ગુજરાતના જરૂરિયાત મંદ નાગરિકો સુધી પહોંચવાનું એક 'સેવા અભિયાન' બની રહેશે. તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જન્મદિવસ નિમિત્તે આ પ્રવૃત્તિઓમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર તથા સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થશે. 

    નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના 41મા જન્મદિવસને સેવાના પર્વ તરીકે ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણીને બદલે માનવતા અને જીવદયાના કાર્યો દ્વારા જન-જન સુધી યોગ્ય મદદ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્મદિવસ નિમિત્તે સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગની ઓપીડી તપાસ તથા હોસ્પિટલમાં થતી તમામ નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી નિ:શુલ્ક કરવામાં આવશે. જો કોઈ દંપતીને ત્યાં બીજી દીકરીનો જન્મ થશે, તો તેમને રૂપિયા ૧ લાખના બોન્ડ આપીને દીકરીના જન્મને વધાવવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 

    રાજ્યની વિવિધ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં અબોલા જીવોને લીલો ઘાસચારો, ગોળ અને લાડુ ખવડાવી ગૌ-સેવા કરવામાં આવશે. પરંપરાગત રીતે ગૌ પૂજન અને ધાન સેવાની પ્રવૃત્તિઓ પણ કરાશે. જન્મદિવસની ઉજવણીમાં જીવ દયાના કાર્યો દ્વારા અનેક સેવાઓ જન જન સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અનાથ અને ગરીબ બાળકો માટે લાડુ, ચીકી, પતંગ, ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને નવા કપડાંનું વિતરણ તથા ઉતરાયણ સંદર્ભે ટુ વ્હીલર પર જતા રાહદારીઓ માટે સેફટી ગાર્ડનું પણ વિતરણ કરાશે. વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા રાજ્યની અનેક આદર્શ નિવાસી શાળા અને મુક-બધિર શાળાના બાળકો સાથે વિશેષ મુલાકાત કરી તેમને ભોજન પીરસવામાં આવશે.

    આ ઉપરાંત સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન, ફૂટપાથ પર રહેતા શ્રમિકો માટે 'ભંડારા' અને આહાર કેન્દ્રો પર મીઠાઈનું વિતરણ થશે. જરૂરિયાતમંદોને ઠંડીથી બચાવવા ધાબળા વિતરણ પણ કરવામાં આવશે. આ દિવસે રાજ્યના નાગરિકો ઓનલાઇન છેતરપિંડીથી બચે તેના માટે સાયબર અવરનેસની 41,000 પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આ દિવસે અનેક જગ્યાએ રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, સ્ટેશનરી વિતરણ, પોષણ કીટ વિતરણ, દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે. રાજ્યની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થકી નાયબ મુખ્યમંત્રીશ્રીને દીર્ઘાયુની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply