ST એટલે ગુજરાતની જીવાદોરી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બસમાં કરી મુસાફરી
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ફરી એકવાર પોતાની સાદગી અને જનતા પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો છે. સામાન્ય રીતે રાજ્યપાલ જેવા ઉચ્ચ બંધારણીય હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ કડક સુરક્ષા અને લાલબત્તીના કાફલા સાથે મુસાફરી કરતા હોય છે, પરંતુ આચાર્ય દેવવ્રતજીએ આજે એક સામાન્ય નાગરિકની જેમ એસ.ટી. બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ફરી એકવાર પોતાની સાદગી અને જનતા પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો છે. સામાન્ય રીતે રાજ્યપાલ જેવા ઉચ્ચ બંધારણીય હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ કડક સુરક્ષા અને લાલબત્તીના કાફલા સાથે મુસાફરી કરતા હોય છે, પરંતુ આચાર્ય દેવવ્રતજીએ આજે એક સામાન્ય નાગરિકની જેમ એસ.ટી. બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા. માણસા તાલુકાના સોલૈયા ગામે આયોજિત 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' માં હાજરી આપવા માટે રાજ્યપાલશ્રીએ ગાંધીનગરથી એસ.ટી. નિગમની બસ પસંદ કરી હતી. રાજભવનના ઠાઠ અને સરકારી કાફલાને બાજુએ મૂકી તેઓ એસ.ટી. બસમાં સવાર થઈને સોલૈયા પહોંચ્યા હતા. તેમની આ સાદગી જોઈ બસમાં રહેલા અન્ય મુસાફરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મુસાફરી દરમિયાન રાજ્યપાલ માત્ર બેઠા જ ન રહ્યા, પરંતુ તેમણે બસમાં સવાર અન્ય મુસાફરો સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી. તેમણે લોકો પાસેથી એસ.ટી. બસની સુવિધાઓ, બસની સ્વચ્છતા અને સમયપાલન અંગેનો પ્રતિસાદ મેળવ્યો હતો. રાજ્યપાલશ્રીએ એસ.ટી. ના કર્મચારીઓ સાથે પણ સંવાદ કરી વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. મુસાફરી બાદ રાજ્યપાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમએ રાજ્યના લાખો નાગરિકો માટે જાહેર પરિવહનનું સૌથી સરળ અને વિશ્વાસપાત્ર માધ્યમ છે. એસ.ટી. સેવા એ ગુજરાતની સર્વાંગી વિકાસ યાત્રાનો એક અભિન્ન અને મહત્વપૂર્ણ ભાગ છે."
રાજ્યપાલ દેવવ્રતજીની આ મુસાફરી માત્ર એક સફર ન રહેતા, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો માટે એક ઉદાહરણ બની છે. વીઆઈપી કલ્ચરને તિલાંજલિ આપીને જનતાની વચ્ચે જવાની તેમની આ શૈલીની સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા થઈ રહી છે. આ ઘટના તેમના સાદગીપૂર્ણ જીવનમૂલ્યો અને જાહેર સેવાઓ પ્રત્યેની તેમની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.
