નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદ મુલાકાત વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની
Live TV
-
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલી ફરી એકવાર ચર્ચામાં છે. "ઝડપી નિર્ણય અને તુરંત અમલ"ના સૂત્રને સાર્થક કરતા, આણંદના વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારીને માત્ર 24 કલાકમાં જ નવા બસ રૂટ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલી ફરી એકવાર ચર્ચામાં છે. "ઝડપી નિર્ણય અને તુરંત અમલ"ના સૂત્રને સાર્થક કરતા, આણંદના વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારીને માત્ર 24 કલાકમાં જ નવા બસ રૂટ શરૂ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી અને બુધવારે તો બસો રોડ પર દોડતી થઈ ગઈ!
શું હતો સમગ્ર મામલો?
તા. 16/01/2026ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આણંદ બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રૂટિન પ્રોટોકોલ છોડીને બસમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે, બોરસદ અને ડાકોર જવા માટે બસોની અછત છે, જેના કારણે તેમને અભ્યાસમાં મુશ્કેલી પડે છે.બસ સ્ટેન્ડ પરથી ફોન કરી આપ્યો આદેશ
વિદ્યાર્થીઓની પીડા સાંભળતા જ હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે બસ સ્ટેશન પર ઊભા-ઊભા જ એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તાત્કાલિક અસરથી નવી ટ્રીપ્સ શરૂ કરવા સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાના બીજા જ દિવસે, એટલે કે બુધવારે આણંદ અને બોરસદ ડેપો દ્વારા આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ નવીન બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર
ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "નાયબ મુખ્યમંત્રીની ત્વરિત કામગીરીથી વિદ્યાર્થીઓની વર્ષો જૂની સમસ્યાનું કલાકોમાં નિરાકરણ આવ્યું છે." બીજી તરફ, રોજના અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ પણ સરકારની આ 'સુપરફાસ્ટ' કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એસ.ટી. વિભાગના નિયામક સી. ડી. મહાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
