નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોય તો જાણ કરવા અપીલ
Live TV
-
સુરેન્દ્રનગર: નેપાળમાં ભારે વરસાદને પગલે પૂર અને ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાતા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિક કે પ્રવાસી ફસાયા હોય અથવા તેમનો સંપર્ક ન થઈ રહ્યો હોય તો તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.ટૂર ઓપરેટરોને પણ તેમના મારફતે નેપાળ ગયેલા પ્રવાસીઓની સ્થિતિ ચકાસવા સૂચના આપવામાં આવી છે.
DEOC કંટ્રોલરૂમ: 02752-285300,02753-283400
