મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને રૂ. 26.50 લાખના સ્ટાર્ટઅપ ફંડ અને કેશ ક્રેડિટના ચેક અર્પણ
Live TV
-
ભાવનગર: જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા અને મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજાના હસ્તે ભાવનગરમાં ‘શ્રાવણ ઉત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો.
મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવવા માટે યોજાયેલા આ ઉત્સવમાં લાભાર્થીઓને કુલ રૂ. 26.50 લાખની સહાયના ચેક અર્પણ કરાયા. જેમાં 3 ક્લસ્ટર લેવલ ફેડરેશનને રૂ. 10.50 લાખનું સ્ટાર્ટઅપ ફંડ અને 2 સખી મંડળોને રૂ. 16 લાખની કેશ ક્રેડિટનો સમાવેશ થાય છે.
તા. 26થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાનારા ઉત્સવમાં 20 સ્ટોલ પર મહિલા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હાથ બનાવટની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર ઉપરાંત આણંદ, અમરેલી, મોરબી અને રાજકોટ જિલ્લાના સ્વસહાય જૂથો પણ તેમાં સહભાગી થયા છે.મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા નાગરિકોને શ્રાવણ ઉત્સવની મુલાકાત લઈ સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.
