પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે ‘શ્રાવણ ઉત્સવ’નો પ્રારંભ
Live TV
-
શ્રાવણ માસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પૂરી પાડવા સોમનાથ ખાતે પાંચ દિવસીય ‘શ્રાવણ ઉત્સવ’નો પ્રારંભ કરાયો છે. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયાએ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.
તા. 26થી 30 ઓગસ્ટ દરમિયાન સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી સોમનાથ મંદિર પરિસરના ભાટિયા મેદાન ખાતે ઉત્સવ યોજાશે. મેળામાં 20થી વધુ સ્ટોલ પર સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરાયેલા હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, ઘર સજાવટની વસ્તુઓ સહિતના સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ થશે.
આ પ્રસંગે જિલ્લાના ચાર સખી મંડળોને કુલ રૂ. 49.05 લાખના લોન ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા સખી મંડળોની બહેનોને તેમના ઉત્પાદનો માટે બજાર મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
