Skip to main content
Settings Settings for Dark

સૂર્યાપેટ બસ અકસ્માતમાં 6નાં મોત, પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો શોક

Live TV

X
  • તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં બુધવારે વહેલી સવારે થયેલા બસ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે, જ્યારે આશરે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત અંગે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

    હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર હૈદરાબાદથી વિજયવાડા જઈ રહેલી ખાનગી બસ આગળ જઈ રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. બસમાં કુલ 42 મુસાફરો સવાર હતા.અકસ્મતમાં બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. પોલીસ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

    ઈજાગ્રસ્તોમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમને વધુ સારવાર માટે વિજયવાડા ખસેડવામાં આવ્યા છે.તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ અકસ્માત અંગે શોક વ્યક્ત કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે મુખ્ય સચિવને જરૂરી સૂચનાઓ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
apply