Skip to main content
Settings Settings for Dark

મહિલા સમાનતા દિવસ: મિશન સુરક્ષિત શક્તિ ડ્રાઇવના પ્રથમ સપ્તાહમાં 500થી વધુ સંવેદનશીલ સ્થળોનું મેપિંગ

Live TV

X
  • મહિલા અને બાળ સુરક્ષા માટે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ‘મિશન સુરક્ષિત શક્તિ ડ્રાઇવ’ અંતર્ગત પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં 525 સંવેદનશીલ સ્થળોનું મેપિંગ કરવામાં આવ્યું છે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી એક મહિનાની ઝુંબેશમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે વિવિધ કામગીરી હાથ ધરાઈ છે.

    અભિયાન દરમિયાન 436 સંવેદનશીલ પરિવારો અને વારંવાર ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પીડિતોની ઓળખ કરાઈ છે. જાહેર સ્થળોએ 1,033 સુરક્ષા ઓડિટ તથા શાળા-કોલેજોમાં 1,207 સુરક્ષા ઓડિટ પૂર્ણ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત 443 ફોલોઅપ અને કલ્યાણલક્ષી કાર્યવાહી તથા 653 લોકોને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે. સામુદાયિક સશક્તિકરણના ભાગરૂપે 12,829 મહિલાઓ અને બાળકોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે.ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગુના બન્યા બાદ કાર્યવાહી પૂરતી સીમિત ન રહી, સંવેદનશીલ વિસ્તારોની અગાઉથી ઓળખ કરી નિવારક પગલાં અને પીડિત-કેન્દ્રી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
apply