પંચમહાલના ગોધરા શહેરમાં શહેરી વિકાસ મિશન હેઠળ 'અર્બન એટલાસ પ્રોજેક્ટ'નો પ્રારંભ
Live TV
-
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ મિશન હેઠળ 'અર્બન એટલાસ પ્રોજેક્ટ'નો પ્રારંભ થયો છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં અગાઉની આશરે 50 હજાર જૂની મિલકતો તેમજ નવી સમાવાયેલી 6 ગ્રામ પંચાયતોની આશરે 11 હજાર મિલકતો મળીને કુલ 61 હજારથી વધુ મિલકતોનો નવેસરથી ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે,આ સર્વે માત્ર મિલકતો પૂરતો મર્યાદિત ન રહેતાં શહેરની ભૂગર્ભ ગટર યોજના, સ્ટોર્મ વોટર લાઇન, સ્ટ્રીટ લાઇટ તેમજ પાણીની પાઇપલાઇન સહિતની તમામ માળખાકીય સુવિધાઓનું પણ સચોટ ડિજિટલ મેપિંગ કરવામાં આવી રહ્યું છે.ભવિષ્યમાં નાગરિકો મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળતાથી સુવિધાઓ મેળવી શકે તે હેતુથી આ પ્રથમ ડિજિટલ પગલું છે.
