પંચમહાલમાં મેઘમહેર: શહેરા અને આસપાસના વિસ્તારમાં વરસાદ
Live TV
-
પંચમહાલમાં મેઘમહેર: શહેરા અને આસપાસના વિસ્તારમાં વરસાદ, હડફ ડેમમાંથી પાણી છોડાયું
લાંબા વિરામ બાદ પંચમહાલ જિલ્લામાં ફરીથી વરસાદનું આગમન થયું છે. ગઈ મોડી રાત્રે શહેરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. આ વરસાદ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હડફ ડેમમાં પાણીની આવક
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે હડફ ડેમમાં પણ નવા પાણીની આવક થઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની ભયજનક સપાટી 166.20મીટર છે. ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ હોવાથી જિલ્લા તંત્રએ નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે.
આ વરસાદથી ખેડૂતોને પાક માટે જરૂરી પાણી મળશે અને ગરમી-ઉકળાટથી પણ રાહત મળી છે.
