પંચમહાલ: કાલોલ તાલુકાના રામનાથ ગામે બે ગેસ સિલિન્ડર ફાટતાં બાળકો સહિત 22 લોકો દાઝ્યા
Live TV
-
કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 20થી વધુ લોકો દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. હાલ તામામ લોકોને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ગોધરા પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા.તેમજ હોસ્પિટલ સ્ટાફને જરૂરી સારવાર ત્વરિત શરૂ કરવાની સૂચના આપી હતી.ઘટનાની જાણ થતાં કાલોલ ધારાસભ્ય, લોકસભા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ પણ દોડી આવીને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.
હાલ આ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા 4 વ્યક્તિને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. તેમજ બાકીના ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
