પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ
Live TV
-
પંચમહાલના પ્રભારી મંત્રી યોગેશ પટેલે, પાણીની તંગી અનુભવતા વિસ્તારોની લીધી મુલાકાત
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં , અને ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં , પીવાના પાણીની અછત સર્જાઈ છે. આ સમસ્યાના નિરાકરણ અને સમીક્ષા માટે , પંચમહાલ ના પ્રભારી મંત્રી યોગેશ પટેલે , ઘોઘમ્બા તાલુકાના ભાણપુરા, દુધાપુરા, ચંદ્રનગર, કંકોડા કૂઈ, રાયણ મુવાડી, અને ધનેશ્વર જેવા ગામો ની , મુલાકાત લીધી હતી. તેમણે પાણીની સમસ્યા અંગે ચિતાર મેળવ્યો હતો. ઘોઘમ્બા તાલુકાની મુલાકાત માં , તેઓ એ સૌ પ્રથમ સ્થાનિક પદાધિકારીઓ , અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી , ઘોઘમ્બા તાલુકાના વિસ્તારોની સમીક્ષા કરી હતી. વિવિધ ગામો ની મુલાકાત દરમ્યાન , ગ્રામ જનો પાસેથી સમસ્યા અંગે ચર્ચા કરી હતી. મંત્રી સાથે આવેલા અધિકારીઓ એ પણ , તમામ પાણી સંગ્રહના સમ્પ ઉપર ચડી ને , સ્થળ ચકાસણી કરી હતી. ઘોઘમ્બાના ગ્રામ્ય વિસ્તારોમાં , ભૂગર્ભ જળ ઊંડે ઉતરી જતા , પાણીની તંગી સર્જાઈ છે
