Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ: સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દ્વિતીય આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ

Live TV

X
  • રાજ્યભરમાંથી સાહસિક યુવાનો અને યુવતીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો

    પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દ્વિતીય આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ ગઇ. રાજ્યભરમાંથી સાહસિક યુવાનો અને યુવતીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા બનેલા સ્પર્ધકોને  રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી અને જિલ્લા કલેક્ટર સહિતનાં મહાનુભાવોએ પાવાગઢના માંચી ખાતેથી  દોડવીરોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઓપન વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધાઓમાં 164 ભાઈઓ અને 56 બહેનો મળીને કુલ 220 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં યુવક-યુવતીઓમાં સાહસિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા વર્ષ 2019-20થી ગુજરાતનાં પાંચ પર્વતો પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply