રાજ્યમાં કોરોનાના 55 કેસ સાથે સાજા થવાનો દર 99.05 ટકા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 55 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આજે 151 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 26 કેસ નોંધાયા છે. વડોદરામાં 10, રાજકોટ 4, સુરતમાં 2, તાપીમાં 2, ભરુચ 2 અને ગાંધીનગરમાં 5 નવા કેસ નોંધાયા છે. જામનગર, ભાવનગર, કચ્છ, દાહોદ , ખેડા, છોટાઉદેપુર, મોરબી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર,નવસારી, અરવલ્લી અને જૂનાગઢમાં 0 કેસ નોંધાયા છે.
રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, ડાંગ, મહેસાણામાં 1-1 કેસ નોંધાયા છે. મહિસાગર, પાટણ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
હાલ રાજ્યમાં કુલ 816 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,11,706 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,938 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,35,20,695 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 1,15,155 લોકોને કોરોનાની રસી અપાઈ છે.
