Skip to main content
Settings Settings for Dark

પતંગરસિયાઓની મજા માટે રાજકોટ-વડોદરામાં પણ પતંગોત્સવનું આયોજન 

Live TV

X
  • ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે  અમદાવાદ શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.  ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પતંગરસિયાઓ મજા માણી શકે તે માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

    રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન 
    ગુજરાત પ્રવાસન વિભાગ અને રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે.  દેશ અને વિદેશમાંથી કુલ 150 થી વધુ પતંગબાજોએ વિવિધ રંગબેરંગી પતંગો ઉડાવી હતી મજા લીધી હતી. રાજકોટના મેયર બીનાબેન આચાર્યે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને સર્વેને મકરસંક્રાંતિના તહેવારની શુભકામનાઓ આપી હતી .

    વડોદરામાં પણ પતંગોત્સવનું આયોજન
    વડોદરામાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન વડોદરા મહાનગર પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પતંગોત્સનો પ્રારંભ કરાવ્યો હતો. વડોદરામાં વિદેશી તેમજ દેશના જાણીતા પતંગબાજો અવકાશમાં પોતાની વિવિધ કદની તેમજ ભાત ભાતની પતંગો ચગાવીને વડોદરાવાસીઓને મંત્રમુગ્ધ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply