Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું ડિસેમ્બર 2025માં રેકોર્ડ પરિચાલન તથા વાણિજ્યિક પ્રદર્શન

Live TV

X
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ડિસેમ્બર 2025માં માલ પરિવહન અને આવક બંનેમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મંડળે કુલ 884.89 કરોડની આવક મેળવી છે અને ભારતીય રેલવેમાં લોડિંગ ક્ષેત્રે 6ઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    ડિસેમ્બરમાં અત્યાર સુધીનું સૌથી વધુ 5.03 મિલિયન ટન માલ લોડિંગ કરવામાં આવ્યું. દૈનિક સરેરાશ 3,224 વેગન સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો.ગાંધીધામ ક્ષેત્રમાંથી ઔદ્યોગિક મીઠાના 4,797 વેગન લોડ થયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.ગત વર્ષના ₹702 કરોડની સામે આ વર્ષે ₹884.89 કરોડની આવક થઈ. જેમાં માલ પરિવહનનો હિસ્સો ₹701.39 કરોડ રહ્યો.

    જાહેરાત અને પાર્કિંગ જેવી અન્ય સુવિધાઓ (Non-Fare Revenue) માં ₹10.84 કરોડની કમાણી સાથે મંડળ આખા દેશમાં ચોથા ક્રમે રહ્યું. ડિસેમ્બર દરમિયાન 35.77 લાખ મુસાફરોએ મુસાફરી કરી, જ્યારે મુસાફરોની સુવિધા માટે 41 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી.કેમ મહત્વનું છે? અમદાવાદ મંડળનું આ પ્રદર્શન રેલવેના વ્યવસાય વિકાસ (BDU) અને કાર્યક્ષમ સંચાલનનું પરિણામ છે. ખાતર, મીઠું અને કન્ટેનર પરિવહનમાં મંડળે રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત પકડ બનાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply