મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ST નિગમના 4742 નવનિયુક્ત ઉમેદવારોને સોંપ્યા નિમણૂંકપત્ર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કર્યા છે. આ પ્રસંગે તેમણે 'જન સારથિ ડ્રાઇવિંગ સ્કૂલ'નો પણ શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ બસ ચાલકોને રાજ્યની પરિવહન વ્યવસ્થાના 'પ્રહરી' ગણાવ્યા અને મુસાફરોની સુરક્ષા તથા સમયપાલન જાળવવા આહવાન કર્યું.છેલ્લા 40 દિવસમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 45 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એસ.ટી. નિગમમાં દૈનિક મુસાફરોની સંખ્યા 27 લાખથી વધારીને વર્ષ 2027 સુધીમાં 30 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.વર્ષ 2025માં 1714 નવી બસો અને 27 નવા બસ સ્ટેન્ડ પ્રજાની સેવામાં મૂકવામાં આવ્યા છે. આગામી સમયમાં એસ.ટી. નિગમ 100% ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધશે. જો મુસાફરોની સંખ્યા 30 લાખ પહોંચશે, તો રોડ પર અંદાજે 25 હજાર ફોર-વ્હીલર અને 1 લાખ ટુ-વ્હીલર ઘટશે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થશે.આ નવી નિમણૂંકથી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની ક્ષમતા વધશે અને છેવાડાના ગામડાઓ સુધી બસ સેવા વધુ સુદ્રઢ બનશે. સાથે જ જન સારથિ ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા ડ્રાઇવિંગમાં પ્રોફેશનલિઝમ વધશે.
