પાકિસ્તાનની જેલમાં બંધ બે માછીમારો માદરે વતન પરત ફર્યા
Live TV
-
ગીર સોમનાથના ઉના તાલુકાનાં પાલડી અને સુત્રાપાડા તાલુકાનાં કણજોતર ગામનાં બે માછીમારો એક વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા.
ગીર સોમનાથના ઉના તાલુકાનાં પાલડી અને સુત્રાપાડા તાલુકાનાં કણજોતર ગામનાં બે માછીમારો એક વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. જેઓ ગઈકાલે માદરે વતન આવી પહોંચ્યા હતા. પાછા ફરેલા સ્વજનોને જોતા પરિવારજનોમાં ખુશી અને હર્ષની લાગણી વ્યાપી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંને માછીમારના પરિવારજનોને પાકિસ્તાન જેલમાં તેઓ બીમાર હોવાની જાણ થતા, ગામના અગ્રણીઓએ કેન્દ્રીય કૃષિમંત્રી પરસોતમ રૂપાલા અને ગુજરાતના કૃષિમંત્રી આર.સી.ફળદુ સમક્ષ રજુઆત કરતા, તેઓએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને વાત કરી અને તેમના અને ભારતીય વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ ટૂંક સમયમાં જ આ બંને ભારતીય માછીમારોને પાકિસ્તાન તરફથી મુક્ત કરાયા હતા, જેઓ આજે માદરે વતન પહોંચ્યા હતા.
