દીવના વણાંકબારામાં ડેન્ગ્યુના 2 પોઝિટીવ કેસ સામે આવ્યા
Live TV
-
દીવના વણાંકબારામાં ડેન્ગ્યુના 2 પોઝિટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
દીવના વણાંકબારામાં ડેન્ગ્યુના 2 પોઝિટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.વણાંકબારાના એક જ પરિવારના 2 બાળકોને ડેન્ગ્યુ અસર જોવા મળતા સારવાર માટે દીવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ડેન્ગ્યુનો કેસ પોઝિટિવ આવતા વધુ સારવાર માટે બન્ને બાળકોને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.તો અન્ય એક બાળકનો પણ કેસ પોઝિટીવ આવતા તેને પણ રાજકોટ ખસેડવામાં આવ્યો છે.તો આ અંગે દીવ આરોગ્ય અધિકારી ડૉક્ટર સુલતાને કહ્યું કે વરસાદની ઋતુ થતાં પહેલા મેલેરિયા અને ડેન્ગ્યૂ જેવો રોગચાળો ડામવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.બે ટીમો બનાવી વિવિધ રહેણાંક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.અને લોકોને માહીતગાર કરવામાં આવી રહી છે.
