મહેસાણા- રાજપીપળામાં બ્લડ ડોનેશન કેમ્પ થકી 'ડૉક્ટર્સ ડે' ની ઉજવણી કરાઈ
Live TV
-
ભારતમાં ડોક્ટર્સ - ડેની વાત રસપ્રદ છે. વર્ષ 1882માં પહેલી જુલાઈના રોજ પ્રસિદ્ધ ચિકિત્સક ડૉ. બિધાનચંદ્ર રોયનો જન્મ થયો હતો. તેમણે ઘણી સંસ્થાઓ, હોસ્પિટલ શરૂ કરવા સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે આ ક્ષેત્રમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવે છે.
દર્દીઓ માટે પૃથ્વી પરના ઈશ્વર એવા ડૉક્ટરના કામને બિરદાવવા માટે પહેલી જુલાઈને આંતરરાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાનનું બીજું સ્વરૂપ ગણાતા અને દર્દીઓને જીવન બક્ષતા ડૉક્ટર્સ પ્રત્યે આદરભાવ પ્રદર્શિત કરવાના આજના દિવસે પ્રધાનમંત્રીએ પણ ટ્વીટ કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, ડૉક્ટરોનો વ્યવસાય માનવતાના સૌથી મહાન વ્યવસાયોમાંનો એક છે. સાથે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ અત્યંત ખુશીની વાત છે કે, ભારતીય ડૉક્ટરો વિશ્વસ્તર પર એક અલગ ઓળખ બનાવી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન વિસનગર શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને આંતરરાષ્ટ્રીય ડોક્ટર્સ - ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ડોક્ટર્સ તેમજ તેમના પરિવાર દ્વારા તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ભારતમાં ડોક્ટર્સ - ડેની વાત રસપ્રદ છે. વર્ષ 1882માં પહેલી જુલાઈના રોજ પ્રસિદ્ધ ચિકિત્સક ડૉ. બિધાનચંદ્ર રોયનો જન્મ થયો હતો. તેમણે ઘણી સંસ્થાઓ, હોસ્પિટલ શરૂ કરવા સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે આ ક્ષેત્રમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આજના ડૉક્ટર્સ - ડે નિમિત્તે જિલ્લાના સેવાભાવી તબીબો દ્વારા ઈન્ડિયન રેડકોર્સના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરાયું હતું. તબીબોએ તેમના સ્ટાફની સાથે મોટી સંખ્યામાં રક્તદાન કરીને આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઈન્ડિયન રેડકોર્સના ઉપાધ્યક્ષ અને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ નર્મદાના અધ્યક્ષ ડૉ. દર્શનાબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્તા હતા. આ પ્રસંગે ડૉ. દેશમુખે કહ્યું હતું કે, આજના દિવસે સામૂહિક રીતે તમામ ડૉક્ટર્સે દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા રક્તદાન કર્યું છે.
