રાજ્ય સરકારે ચાલુ વર્ષે 8.5 લાખ મગફળીની ખરીદી કરી : આર.સી.ફળદુ
Live TV
-
કોંગ્રેસ પર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસે પોતાની સરકાર દરમિયાન શું કર્યું તેનો હિસાબ આપવો જોઈએ
રાજ્યભરમાં છેલ્લા કેટલાંક વખતથી મગફળીના ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે, ત્યારે આ અંગે કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, જ્યારે લોકહિત માટે , અનેક કામો સરકાર દ્વારા થતાં હોય ત્યારે થોડું ઘણું નુકસાન થઈ શકે. પરંતુ તે અંગે હોબાળો મચાવવો જોઈએ નહીં. સરકારે અનેક નિર્ણયો લોકહિત માટે કર્યા છે. મગફળીના ભાવોને કાબૂમાં રાખવા ગયા વર્ષે 2.10 લાખ મેટ્રીક ટનની ખરીદી કરી હતી, જ્યારે આ વર્ષે 8.5 લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર નિર્ણયો ખેડૂતોના હિત માટે લેવાયા છે.
