Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વરસાદી માહોલ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેર

Live TV

X
  • વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી જ્યારે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે

    રાજ્યભરમાં હવે વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લા ના ઇડર માં ગઈકાલે 4 કલાક માં 4 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા. તેમજ જામનગર ના કાલા વડ માં અચાનક વાતાવરણ માં પલટો આવતા ધોધ માર વરસાદ વરસતા લોકોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ બોટાદ જિલ્લા ના બરવાળા અને સેથળી ગામે જોરદાર પવન સાથે વરસાદ નું આગમન થતાં ધરતી પુત્રો માં આનંદ છવાયો હતો.રાજકોટ શહેર માં બપોર બાદ મેઘ રાજા ની મહેર વરસી હતી. ચોમાસાની શરૂઆત થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. કેટલાક લોકોએ પાણીમાં નાહીને આનંદ માણ્યો હતો.દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે મોરબીમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું.લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ ગઈકાલે રાત્રે વરસાદ વરસતા મોરબી વાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply