Skip to main content
Settings Settings for Dark

પાટણઃ CM રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરી ભાજપની નીતિના કર્યાં વખાણ 

Live TV

X
  • પાટણના રાધનપુર ખાતે મુખ્યમંત્રીએ સભાને સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી ભાજપની વિકાસ નીતિના વખાણ પણ કર્યા હતા. બીજી તરફ મહેસાણામાં પણ મુખ્યમંત્રીએ આકરો મિજાજ દર્શાવ્યો હતો. 

    આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટણના હારીજ ખાતે ચૂંટણી જનસભાને સંબોધન કર્યુ હતુ. પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ભારતમાતાને દુર્ગા જેવી શક્તિશાલી, લક્ષ્મી જેવી વૈભવશાળી, સરસ્વતી જેવી જ્ઞાનથી સમૃદ્ધ અને અન્નના ભંડાર સમા અન્નપૂર્ણા જેવી ભારતમાતા જોવા ઈચ્છીએ છીએ. તેમણે ભ્રષ્ટાચાર અને ગરીબી મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

    આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સહિત વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. આ પહેલા રાધનપુરમાં મુખ્યમંત્રીએ જાહેર સભા યોજી હતી.જેમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી , એપીએમસી ચેરમેન અમથાભાઈ , પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર , પૂર્વ ધારાસભ્ય ભાવસિંહજી રાઠોડ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply