અમદાવાદ-મતદાન જાગૃતિ સંદેશા સાથેની કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી
Live TV
-
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ બેન્ડની સુરાવલીઓ વચ્ચે ટ્રેનનું સ્વાગત કર્યું
આગામી તા.૨૩ મી એપ્રિલનાં રોજ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેનાં સંદર્ભેમાં મતદાર જાગૃતિ સંદેશા સાથેની કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ રેલ્વે સ્ટેશને આવી પહોંચતાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ડૉ. એસ. મુરલીક્રિષ્ણાએ બેન્ડની સુરાવલીઓ વચ્ચે ટ્રેનનું સ્વાગત કર્યું હતું. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, કામખ્યા એક્સપ્રેસ ટ્રેન દેશના અનેક રાજ્યોમાંથી પસાર થાય છે અને હજારો લોકો આ ટ્રેનના પ્રવાસનો લાભ લે છે ત્યારે લાખો લોકોને આ ટ્રેન જ્યાંથી પસાર થાય છે ત્યાં ચૂંટણી અંગેની બહોળી જનજાગૃતિ થાય છે. જેનાથી લાખો લોકોમાં ચૂંટણી અંગેની સમજ અને જાગૃતિ ફેલાઇ છે. તેમણે કાલુપુર સ્ટેશન પર મુસાફરોને ચૂંટણી અંગેની જાત માહિતી મળે તથા પ્રત્યક્ષ ચૂંટણીના માહોલનો અનુભવ થાય તે માટે ગોઠવવામાં આવેલા ઇ.વી.એમ. મશીન તથા વીવીપેટ મશીનનું નીરિક્ષણ કરી જાત માહિતી પણ મેળવી હતી.ઉલ્લેખનીય છે કે, દેશની ચાર ટ્રેન કેરાલા એકસપ્રેસ, હિમસાગર એકસપ્રેસ, હાવરા એકસપ્રેસ અને કામાખ્યા એકસપ્રેસ ટ્રેનને મતદાન જાગૃતિનાં સંદેશા પ્રસારિત કરવાં માટે પસંદ કરવામાં આવી છે. ગાંધીધામ થી ગુવાહાટી (કામખ્યા) જતી આ ટ્રેનને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ડૉ.એસ.મુરલીક્રિષ્ણાએ પોતાનાં આગળનાં નિર્ધારિત રૂટ પર જવા માટે અમદાવાદ રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન પણ કરાવ્યું હતું.મતદાન માટે લોકોને પ્રેરિત કરવાં માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પર મતદાર જાગૃતિ કાર્યક્રમ, ઇ.વી.એમ મશીન,વી.વી.પેટ દ્રારા મોકપોલ જેવા ક્રાર્યક્રમ દ્રારા રેલ્વે સ્ટેશન પરનાં મુસાફરોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યાં હતાં. ટ્રેન દ્રારા મતદાન જાગૃતિ ફેલાવવાનાં આ ક્રાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાનાં કલેકટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે, ચૂંટણી અધિકારીશ્રીઓ, રેલ્વેનાં અધિકારીઓ અને મુસાફરો મતદાન જાગૃતિનાં આ ક્રાર્યક્રમમાં જોડાયાં હતાં
