પાટણના સૂકા વિસ્તારમાં બાગાયતી ખેતીનો કમાલ: ખારેક અને લીંબુની ખેતીથી ખેડૂતો બન્યા સમૃદ્ધ
Live TV
-
એક સમયે સૂકા અને ઉજ્જડ ગણાતા પાટણ જિલ્લાના રાધનપુર પંથકના ખેડૂતો હવે બાગાયતી ખેતી થકી લાખોની કમાણી કરી રહ્યા છે.
નર્મદાના નીર મળતા કામાલપુર અને સુલતાનપુરા જેવા ગામોમાં ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને ઈઝરાયેલ પદ્ધતિની 'બરહી' જાતની ખારેક અને લીંબુની ખેતી અપનાવી છે.કામાલપુર ગામના પ્રગતિશીલ ખેડૂત જેસંગ ચૌધરીએ પોતાના ખેતરમાં 150 થી વધુ ખારેક અને લીંબુના છોડ વાવી પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક 10 લાખ રૂપિયાની ઉપજ મેળવી છે. તેમની આ સફળતા બદલ તેમને રાજ્યપાલના હસ્તે 'સરદાર પટેલ એવોર્ડ' અને 51 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.જિલ્લા બાગાયત અધિકારી કિશનસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાગાયત વિભાગ દ્વારા ટિશ્યુ કલ્ચરના એક છોડ દીઠ 1750 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સરકારની આ પ્રોત્સાહક યોજના અને સિંચાઈની સુવિધાના કારણે આ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે.
