પાટણમાં ધનતેરસની ભવ્યતા, મહિલાઓએ સાવરણીની ખરીદી
Live TV
-
ધનતેરસના પાવન દિવસે ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ કારતક માસના ત્રિયોદશી તિથિએ અને દિવાળીથી બે દિવસ પૂર્વે મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, સાગર મંથન દરમિયાન માતા લક્ષ્મી અને કુબેરના પ્રાગટ્યને આ દિવસ સાથે જોડવામાં આવે છે, જેના કારણે સોનું, ચાંદી, વાસણ અને સાવરણી ખરીદવાનું શુભ માનવામાં આવે છે.
ધનતેરસના દિવસે ઘરશુદ્ધિ અને સમૃદ્ધિ માટે સાવરણી ખરીદવી મહત્વપૂર્ણ ગણાય છે, ખાસ કરીને મહિલાઓ આ દિવસે સાવરણીની ખરીદી કરી પૂજા-અર્ચના કરે છે. આ પરંપરાને અનુસરીને પાટણ સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકો એ ધનતેરસના શુભ મુહૂર્તમાં સાવરણીની ખરીદી કરીને લક્ષ્મીજી અને ધનવંતરીના આશીર્વાદ મેળવ્યા.
