Skip to main content
Settings Settings for Dark

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે 8 ફેબ્રુઆરીથી યોજાશે સ્વદેશી મેળો

Live TV

X
  • પાટણમાં 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટીવલ)નું આયોજન કરવામાં આવ્યું છે.

    પાટણ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર  હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં મેળાના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.  બેઠકમાં 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’અભિયાન અંતર્ગત સ્થાનિક સ્વસહાય જૂથો, હસ્તકલાના કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટેના સુચારુ આયોજન અંગે સમિતિના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. જે અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા પાટણમાં પ્રગતિ મેદાન ખાતે આગામી 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટીવલ)નું આયોજન  કરવામાં આવ્યું છે.

    બેઠક દરમિયાન આવનારા સમયમાં યોજાનારા સ્વદેશી મેળાના સ્થળ, સમયગાળો, સ્ટોલ વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તેમજ સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્વદેશી ઉત્પાદનોને વ્યાપક બજાર મળે તેમજ નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ વધે તે માટે વિવિધ આયોજનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply