Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભા ખાતે ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’યોજાશે

Live TV

X
  • ગુજરાત-આસામના યુવાઓ વચ્ચે સાંસ્કૃતિક સેતુ: ગુજરાત વિધાનસભા ખાતે ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’યોજાશે

    ગુજરાત વિધાનસભા ખાતે આગામી સમયમાં ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે એક વિશેષ અને પ્રેરણાદાયી ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા બંને રાજ્યોના યુવાઓને લોકશાહી વ્યવસ્થા, વિધાનસભાની કાર્યપદ્ધતિ અને વિકાસલક્ષી વિચારવિમર્શ માટે એક મજબૂત મંચ પૂરું પાડવામાં આવશે.  કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષશ્રી બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા યુવાઓને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ સંસદીય મૂલ્યો અને લોકશાહીની મજબૂતી અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવશે.

    આ કાર્યક્રમની પૃષ્ઠભૂમિરૂપે, ગુવાહાટી (આસામ) ખાતે યોજાયેલી 8મી સી.પી.એ. ઇન્ડિયા રીજિયન કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આસામ વિધાનસભાના પ્રસ્તાવને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ સહર્ષ સ્વીકારતા આ આયોજન સાકાર બન્યું છે. કાર્યક્રમમાં આસામની ગૌહાટી યુનિવર્સિટી, બોડોલેન્ડ યુનિવર્સિટી અને કોટન યુનિવર્સિટીના કુલ 24 વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેઓ ગુજરાતના અંદાજે 100 વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ અને ચર્ચામાં જોડાશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘વિકસિત સ્ટેટસ, વિકસિત ભારત’ વિષય પર યોજાનારી ગ્રુપ ચર્ચા રહેશે, જેમાં યુવાઓ વિકાસ, શાસન અને યુવા ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાત તથા આસામ વિધાનસભાની કાર્યપદ્ધતિ અને સંસદીય પરંપરાઓ અંગે વિશેષ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. આસામથી આવેલા વિદ્યાર્થીઓ ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક દ્રષ્ટિએ મહત્વના સ્થળોની મુલાકાત લેશે, જેના માધ્યમથી તેઓ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસયાત્રાથી પરિચિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply