Skip to main content
Settings Settings for Dark

ભારતીય જ્ઞાન પરંપરા-સાયબર સિક્યોરિટીના સંગમથી 'વિકસિત ભારત@2047'નું સપનું સાકાર થશે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

Live TV

X
  • ‘ઈન્ડિયન નોલેજ સિસ્ટમ એન્ડ સાઈબર સિક્યુરિટી’ વિષય અંગે આયોજિત સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પરંપરા અને સાયબર સિક્યોરિટીના સંગમથી 'વિકસિત ભારત@2047'નું સપનું સાકાર થશે.

    આજે સમગ્ર વિશ્વમાં આધુનિક સંશોધન અને ટેકનોલોજી ઝડપથી વિકસી રહી છે, ત્યારે ગુજરાત સોમનાથ જેવી ઐતિહાસિક ધરોહરને સાચવવાની સાથે તકનીકી શિક્ષણ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે.  ‘ઈન્ડિયન નોલેજ સિસ્ટમ એન્ડ સાઈબર સિક્યુરિટી’ વિષય પર આયોજિત સેમિનારનું આજે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ગાંધીનગર ખાતેથી ઉદ્ઘાટન કર્યું હતું. સરકારી વિજ્ઞાન કોલેજ, ગાંધીનગર ખાતે આયોજિત ત્રિ-દિવસીય સેમિનારમાં શિક્ષણ અને સાઇબર સિક્યોરિટી ક્ષેત્રના તજજ્ઞો, વિદ્વાનો અને શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં ભારતીય પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના સમન્વય જેવા વિવિધ વિષયો અંગે સત્રો યોજાશે. 

    શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત આજે વૈશ્વિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણી પ્રગતિ એ 'શાસ્ત્રથી સોફ્ટવેર' અને 'શૂન્યથી સિક્યોરિટી' સુધીની યાત્રા છે. વર્તમાન સમયમાં જ્યારે સાયબર ફ્રોડ એક મોટો પડકાર છે, ત્યારે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ દ્વારા સાયબર સિક્યોરિટીમાં ગણિતના ઉપયોગ અંગે જે સંશોધન કરવામાં આવ્યું છે, તે ખૂબ પ્રશંસનીય છે.શિક્ષણ મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે લેવાયેલા પગલાઓની વિગતો આપતા જણાવ્યું કે, દરેક સરકારી કોલેજ માટે સંશોધન કાર્ય ફરજિયાત કરવામાં આવ્યું છે અને તે માટે પૂરતું ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે. સંશોધન ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે Ph.D. કરતા વિદ્યાર્થીઓને રૂ. 2 લાખની સહાય આપવામાં આવે છે.

    પ્રધાનમંત્રીના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આપણે "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્ર સાથે આગળ વધવાનું છે. આ સેમિનાર ભારતીય વિરાસત અને આધુનિક સુરક્ષાના સમન્વય દ્વારા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વનું યોગદાન આપશે.આ સમારોહમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપલ ડૉ. ડી.પી. પટેલ, ગણિત વિભાગના હેડ ડૉ. બી. એન. વાલાની સહિત વિવિધ વિષયોના તજજ્ઞો તથા રાજ્યની વિવિધ કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
apply