પાટણમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ રિજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનોસોર મ્યુઝિયમ લોકોમાં આર્કષણનું કેન્દ્ર બન્યું
Live TV
-
પાટણમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ રિજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનોસોર મ્યુઝિયમ લોકોમાં આર્કષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ રિજિયોનલ સાયન્સ સેંટર વિકસાવવામાં આવ્યું છે. 10 એકરમાં ફેલાયેલ આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો સાથે 5 વિવિધ ગેલેરી અને 5-D થિયેટર તેમજ સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ છીએ. 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.
