અભયમ મહિલા હેલ્પલાઈન 181 દ્વારા દીપાવલી પર્વે રંગબેરંગી રંગોળીથી જાગૃતિનો સંદેશો પાઠવ્યો
Live TV
-
181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા દીપાવલી પર્વે રંગબેરંગી રંગોળીથી જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. ટીમ દ્વારા જુદી- જુદી થીમ ઉપર રાજકોટ શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો ખાતે આકર્ષક કલાત્મક અને જાગૃતિના સંદેશા પાઠવતી રંગોળી બનાવી હતી, જેમાં અંધશ્રધ્ધા નિર્મૂલન, બેટી બચાવો, મહિલાઓ સાથેના અત્યાચારો અટકાવવા સહિતની થીમ ઉપર રંગોળી બનાવાઈ હતી. તાલુકા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે સંદેશાત્મક રંગોળી બનાવી નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્ય સરકારની આ 181 મહિલા હેલ્પલાઈન સેવા મહિલાઓની સુરક્ષા અને તેમને મુંઝવતા પ્રશ્નો અંગે રાત-દિવસ 24 કલાક કામગીરી કરે છે.
