પાનમ જળાશયમાં કડાણા ડેમમાંથી પાણી ઠાલવવા માટે રાજય સરકારે આપી મંજૂરી
Live TV
-
પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયમાં કડાણા ડેમમાંથી પાણી ઠાલવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન પાનમ જળાશયમાં પાણીનો જથ્થો ઘટતા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં કડાણા જળાશયને મળતી ચીબોટા નદી અને પાનમ જળાશયને મળતા રજાયતા ગામ પાસેના કોતરને જોડીને કડાણાનું પાણી પાનમ જળાશયમાં ઠાલવવામાં આવશે.
