પુંસરી ગામના લોકોએ મન કી બાત કાર્યક્રમ માણ્યો
Live TV
-
દેશના સર્વશ્રેષ્ઠ ગામ પુંસરી ગામના પૂર્વ સરપંચે મન કી બાત કાર્યક્રમ સાંભળવા પંચાયતનાં હોલમાં પ્રોજેક્ટર લગાવી ખાસ આયોજન કર્યું હતું. જેમાં ગામના યુવાનો વડીલો અને ખેડૂતો હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.
દેશના સર્વશ્રેષ્ઠ ગામ પુંસરી ગામના પૂર્વ સરપંચે મન કી બાત કાર્યક્રમ સાંભળવા પંચાયતનાં હોલમાં પ્રોજેક્ટર લગાવી ખાસ આયોજન કર્યું હતું. જેમાં ગામના યુવાનો વડીલો અને ખેડૂતો હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. સાથે પૂર્વ સરપંચ દ્વારા અને ઉત્તર ગુજરાતનાં વિસ્તારક નરેન્દ્ર પટેલ દ્વારા ગામના ૧ હજાર ૧૭૦ જેટલા ખેડૂતોને પોતાની જમીનમાં કયા રસાયણ ખાતરની જરૂર છે તે માટેનાં સોઇલ હેલ્થ કાર્ડની વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતોને પોતાની જમીનમાં વાવેલા પાકમાં ક્યારે અને કેટલું ખાતર આપવું તેની માહિતી અપાઈ હતી.
