પોરબંદરની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા
Live TV
-
પોરબંદર જિલ્લાની વિવિધ કચેરીઓમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા હતા.સરદાર વલ્લભભાઇ પટેલે, દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓના સન્માનમાં દરવર્ષે તા.31 ઓકટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ અન્વયે સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અનુસંધાને પોરબંદર જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે વિવિધ અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવ્યા હતા.
ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.
