PM બન્યા બાદ પહેલીવાર મોદીએ ગુજરાતના જવાનો સાથે કચ્છમાં કરી દિવાળીની ઉજવણી
Live TV
-
આ મુલાકાતને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે જોવામાં આવી
આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવી હતી. પીએમ મોદીએ કચ્છમાં ભારતીય જવાનો સાથે મળીને દિવાળીની ઉજવણી કરી હતી. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાથી વડોદરા જવા રવાના થયા પહોંચ્યા હતા. તેઓએ ક્રિક વિસ્તારમાં રહેલા સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.
આ મુલાકાતને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે જોવામાં આવી
પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતમાં સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી. અગાઉ જ્યારે પીએમ મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળી મનાવી હતી. કેવડિયા ખાતે લોખંડી પુરૂષ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સીધા કચ્છ પહોંચ્યા હતા, જ્યાં તેઓ સૈનિકો સાથે સમય વિતાવ્યો અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમની આ મુલાકાતને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી હતી. પીએમ મોદીએ ગત વર્ષે હિમાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
રક્ષા મંત્રી અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચ્યા હતા
રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આજે અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચ્યા હતા. ત્યાં તેઓ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી અને તેમની સાથે ડિનર પણ કર્યું હતું.
