પોરબંદરમાં માછીમારી કરવા ગયેલી 3 નાની બોટ ડૂબી જતાં 6 માછીમારોના મૃત્યુ
Live TV
-
પોરબંદરમાં વરસાદના પગલે દરિયો તોફાની બનતા, માછીમારી કરવા ગયેલી 3 નાની બોટ ડૂબી જતાં 6 માછીમારોના મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે 3 બોટ અને 14 માછીમારો લાપતા જણાતા કોસ્ટગાર્ડની સમુદ્ર પાવક શિપ અને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.
પોરબંદરમાં વરસાદના પગલે દરિયો તોફાની બનતા, માછીમારી કરવા ગયેલી 3 નાની બોટ ડૂબી જતાં 6 માછીમારોના મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે 3 બોટ અને 14 માછીમારો લાપતા જણાતા કોસ્ટગાર્ડની સમુદ્ર પાવક શિપ અને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. જે દરમિયાન હેલીકોપ્ટરની નજરે દરિયામાં 4 સવાર માછીમારો હરિપ્રસાદ નામની બોટમાં નજરે ચડતા દિલધડક રેસ્ક્યૂ કરીને તમામને બચાવી લેવાયા હતા. અને તેમની હોડીને કોસ્ટગાર્ડની શિપ સાથે ટૉ કરીને પોરબંદર લાવવામાં આવી હતી
