પોરબંદર : અલગ અલગ સ્થળોએ શિબિર યોજી મહિલાઓને કાયદાકીય સમજ અપાઈ
Live TV
-
પોરબંદર જિલ્લામાં 6 સ્થળોએ શિબિર યોજી મહિલાઓને કાયદાકિય સમજ અપાઇ હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન મુજબ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન પોરબંદરની ટીમ દ્વારા મહિલા જાગૃતિ માટે વિવિધ સ્થળોએ માર્ગદર્શન શિબિરનું આયોજન કરી મહિલાઓની યોજના અંતર્ગત પેમ્પલેટ, બુકલેટ સહિતના સાહિત્યનું વિતરણ કરાયું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન મુજબ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન પોરબંદરની ટીમ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ અંતર્ગત મહિલાઓમાં કાયદાઓ અને યોજનાઓની જાગૃતતા કેળવાય તે માટે અલગ અલગ 6 સ્થળોએ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બેટી બચાવો, બેટી પઢાઓ સપ્તાહમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક એક્ટ, 1994 કાયદા વિશે જાગૃતતા આવે અને સ્ત્રી ભ્રુણ હત્યાં જેવા દુષણો અટકાવવા માટે આશાવર્કરો સાથે પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક એક્ટ, 1994 કાયદા અંતર્ગત મહિલાઓને કાયદા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતી.
જાતિ પસંદગી (PC અને PNDT) અધિનિયમ 1994ના કાયદા વિશે શોર્ટ પ્રેઝન્ટેશનથી સમજ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સખી મંડળોના સંકલનથી રાણાવાવની સરકારી કોલેજ અને પોરબંદરમાં પાંચ સ્થળોએ આયોજન કરાયું હતું. આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.
