બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં શરૂ કરવામાં આવી
Live TV
-
સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે
ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં શરૂ કરવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલ બેરેકની અંદર બનાવવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને બંદીવાનો ધોરણ-10 અને 12 સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરશે. આશરે 130 થી પણ વધુ બંદીવાન આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અત્યાધુનિક ટેકનોલોજી થકી પરીક્ષાની તૈયારીઓ કરશે.
સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે
તો અનેક પ્રકારના ગુનાઓમાં સામેલ અને જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો જ્યારે સજા પૂર્ણ કરી જેલથી નીકળશે. ત્યારે તેઓ રોજગાર મેળવી શકે અને સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે. આ માટે સુરત લાજપોર સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આ જ પ્રયાસ હેઠળ સુરત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ખાસ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી છે. અગાઉ જેલની અંદર સજા ભોગવી રહેલા બંદીવાનો કોઈ પણ પરીક્ષા માટે બેરેક અંદર બેસીને ભણતા હતા. તેમને એક સારુ વાતાવરણ મળી શકે અને આ વાતાવરણ થકી અભ્યાસમાં રુચિ આવે આ હેતુથી આખા સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવી છે.
16 લાખના ખર્ચે આ સ્માર્ટ શાળાની શરૂઆત કરવામાં આવી છે
સૌથી અગત્યની વાત એ છે કે, ગુજરાતની કોઈપણ જેલની અંદર આ પ્રકારનો સ્માર્ટ ક્લાસ આજ દિવસ સુધી નથી. આ ક્લાસ બંદીવાનો માટે છે. આ શાળાનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. શાળા નજીક લાયબ્રેરી પણ છે. શાળામાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ છે, જેની અંદર વીડિયો અને ઓડિયો બંદીવાનો સહેલાઈથી કોઈપણ અભ્યાસક્રમને સમજી શકશે. 16 લાખના ખર્ચે આ સ્માર્ટ શાળાની શરૂઆત કરવામાં આવી છે. મહાત્મા ગાંધી સ્માર્ટ શાળામાં ભણીને બંદીવાનો જ્યારે સજા ભોગવીને બહાર નીકળશે. ત્યારે એક આદર્શ જીવન જીવી શકે તે પ્રયાસ છે.
