Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર અંદાજે 10 વધુ ગામના રસ્તાઓ મહિનાઓથી બિસ્માર હાલતમાં પડી રહ્યા

Live TV

X
  • 10 થી વધુ ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા 

    સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના અનેક ગામોના રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. જેમાં માળોદ, ખોલડીયાદ, વાઘેલા, ટીંબા, ગુંદીયાળા, રામપરા સહીતના અંદાજે 10 થી વધુ ગામોના ગ્રામજનો અને વાહન ચાલકોની સગવડતા માટે રતનપરથી માળોદ રોડ સુધીનો પાકો ડામર રોડ 06 વર્ષ પહેલાં રૂપિયા ૦૪ કરોડથી વધુના બનાવવામાં આવ્યો હતો. 

    10 થી વધુ ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા 

    જે હાલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં તેમજ ઉબડ ખાબડ હોવાથી અંદાજે 10 થી વધુ ગામના લોકો, વાહનચાલકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. તો બિસ્માર રસ્તાને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે. જ્યારે બીજી બાજુ મુળી તાલુકા જશાપર, સરા, સડલા, દુધઈ, રામપરા સહિતના અનેક ગામોના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતાં. આ ઉપરાંત પાટડી તાલુકાના ખેરવા, સેડલા, ઝેઝરી, કામલપુર, જૈનાબાદ, ગેડીયા સહિતના અંદાજે 10 થી વધુ ગામોના રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે. 

    બિસ્માર રસ્તાઓ પરથી 108 એમ્બ્યુલન્સને પણ પસાર થતા વાર લાગે છે

    આ તમામ રસ્તાઓ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો, વિધાર્થીઓ સહિત નોકરિયાતો પસાર થાય છે અને ઉબડ ખાબડ રસ્તાઓને કારણે વાહનોને તો નુકશાન થાય જ છે પરંતુ અક્સ્માત થવાનો પણ ભય રહે છે. ક્યારેક ક્યારેક આ બિસ્માર રસ્તાઓ પરથી 108 એમ્બ્યુલન્સને પણ પસાર થતા વાર લાગે છે. જેના કારણે દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ સુધી લઈ જવામાં મુશ્કેલી પડે છે. સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નવા અને પાકા રસ્તાઓ માટે લાખો રકમની ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર વૃત્તિની કારણે હલકી ગુણવત્તાના રસ્તાઓ બનાવતા વારંવાર બિસ્માર બની જતા પ્રજાજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવે અને નવો રસ્તાઓ બનાવવામાં આવે તેવી ગ્રામજનો અને વાહનચાલકોમાં માંગ ઉઠવા પામી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply