Skip to main content
Settings Settings for Dark

સકકરબાગ ઝૂમાં રાજ્ય સરકારે 10 વર્ષ પછી ટીકીટના દરમાં નજીવો કરો વધારો

Live TV

X
  • આ ટીકીટના દરનો વધારો આશરે 10 વર્ષ પછી સરકારે કર્યો છે

    સમગ્ર દેશમાં બીજા નંબરનું અને સૌથી જુનું એવું જૂનાગઢનું સક્કરબાગ ઝૂ 1863 ની સાલમાં નવાબી કાળમાં શરુ થયેલું હતું. જે આજે પણ સમગ્ર વિશ્વમાં એક માત્ર એશિયાટિક સિંહનું બ્રિડીંગ સેન્ટર ધરાવે છે. એવા જૂનાગઢ સકકરબાગ ઝૂમાં રાજ્ય સરકારે 10 વર્ષ પછી ટીકીટના દરમાં નજીવો વધારો કરીને અનેકગણી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.

    10 વર્ષ બાદ સકકરબાગ જુના ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો

    જુનાગઢ એટલે સિંહની નગરી કહે છે. આ સિંહની નગરીમાં સક્કરબાગ જુઓ આવેલું છે અને જે નવાબી કાળના સમય એ બનાવવામાં આવ્યું હતું. સકકરબાગ જુમા 1000 થી વધુ પશુ પક્ષીઓનો વસવાટ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઝૂની મુલાકાતે આવતા હોય છે. ત્યારે સરકાર દ્વારા અનેક ગણી સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. જ્યારે 10 વર્ષ બાદ સકકરબાગ જુના ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં વયસ્ક પ્રવાસીઓ માટેની ટીકીટ રૂ.30 ના બદલે વધીને રૂ. 40 કરવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો માટેની ટીકીટ રૂ. 15 ના બદલે વધીને રૂ. 20 કરવામાં આવી છે. 

    આ ટીકીટના દરનો વધારો આશરે 10 વર્ષ પછી સરકારે કર્યો છે

    તેમજ સ્કુલ પ્રવાસમાં આવતા ઝીરોથી 12 વર્ષ સુધીના બાળકો માટેની ટીકીટ રૂ. 5 ના બદલે વધીને રૂ. 10 કરવામાં આવી છે. તો 12 વર્ષથી ઉપરના બાળકો માટેની ટીકીટ રૂ. 10 ના બદલે રૂ. 15 કરવામાં આવી છે. તેમજ જંગલ સફારીના અગાઉ રૂ. 50 ટીકીટ હતી. તેના રૂ. 75 પ્રવાસી દીઠ કરવામાં આવ્યા છે. આ ટીકીટના દરનો વધારો આશરે 10 વર્ષ પછી સરકારે કર્યો છે. અને તે પણ નજીવો વધારો છે, તેની સામે જૂનાગઢ ઝૂમાં અનેકગણો સુવિધાઓનો વધારો કરાયો છે. નવી કેટેગરીમાં ગોલ્ફ કારની ટીકીટ રૂ. 50 રાખવામાં આવી છે. નાના બાળકો માટે ઝૂમાં જંગલ સફારીમાં રૂ. 50 અને 12 વર્ષથી ઉપરની ઉમરના બાળકના રૂ. 75 રાખવામાં આવ્યા છે.

    ૪ લાખ કરતા વધુ પ્રવાસીઓને નિશુલ્ક એન્ટ્રી આપવામાં આવે છે

    અત્રે ઉલ્લેખનીય છેકે જૂનાગઢ ઝૂની આખાયે વર્ષ દરમિયાન આશરે ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લ્યે છે, જેમાં ૪ લાખ બાળકોનો સમાવેશ થાય છે, અને વિવિધ દિવસોમાં જયારે ફ્રી એન્ટ્રી હોય ત્યારે આશરે ૪ લાખ કરતા વધુ પ્રવાસીઓને નિશુલ્ક એન્ટ્રી આપવામાં આવે છે, જેમાં આખાયે વર્ષમાં વિશ્વ પર્યાવરણ દિવસ, તા. 2 જી ઓકટોબરથી ૮ ઓકટોબર સુધી નિશુલ્ક પ્રવેશ સાથે વર્ષમાં વિવિધ ૨૧ દિવસ દરમિયાન પ્રવાસીઓને મફતમાં એન્ટ્રી આપવામાં આવે છે. ઝૂ માં હાલ સિંહ-દીપડા સહિતના ૧૦૦૦ થી વધુ પ્રાણીઓ, પક્ષીઓનો વસવાટ છે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply