પ્રકૃતિ ફરી ખીલશે સોળે કળાએ, નહી લાગે હવે પ્લાસ્ટિક રુપી ગ્રહણ
Live TV
-
પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવા માટે જાગૃતિ ખુબ જરુરી છે. વધુ પડતા પ્લાસ્ટિકના ઉપયોગથી પ્રકૃતિ નષ્ટ થતી જઈ રહી છે ત્યારે સાબરકાંઠામાં આવેલા પોળોના જંગલમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતુ નુકશાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સાબરકાંઠાનું હરિયાળુ ઉપવન ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌંદર્યના કારણે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉજવાતા પોળો ઉત્સવમાં સમગ્ર ગુજરાતથી અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમા મોટા ભાગે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ કરતા હોવાથી આ પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
આ આદેશ પહેલી એપ્રિલ 2022 સુધી અમલમાં રહેશે
