Skip to main content
Settings Settings for Dark

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુકત પદાધિકારીઓની બેઠક યોજાઇ

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશના મુખ્ય પ્રવકતા ડો.અનિલ પટેલે  મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનના નવનિયુકત પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. 

    ડો.અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવનિયુકત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશકત કરવા તેમજ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશમાં તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પંહોચાડવા હાકંલ કરી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજીત કાર્યશૈલી થકી બુથ સુઘીના કાર્યકર્તાને સાથે રાખી પક્ષની વિચારઘારા છેવાડાના માનવી સુઘી પહોંચાડવા આહ્વવાન કર્યુ હતું.  

    ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશના નવનિયકુત તેમજ પુર્વ હોદ્દેદારઓની સંયુકત બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મુખ્યમંત્ર હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા પુર્વ પ્રદેશ પદાધિકારીઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રદેશના પુર્વ પદાધિકારીઓએ નવનિયુક્ત પદાધિકારીઓને ઉલ્લાસપુર્ણ વાતાવરણમાં અભિનંદન પાઠવ્યા હતા અને સંયુકતપણે 24*7 પક્ષની કામગીરી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply