પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ
Live TV
-
પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ અને સાંસદો બેઠકમાં ખાસ હાજરી આપી રહ્યા છે.
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બે દિવસીય બેઠક ગાંધીનગરમાં કમલમ ખાતે ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ અને સાંસદો બેઠકમાં ખાસ હાજરી આપી રહ્યા છે. આ બેઠકમાં 21મીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનો નિર્મય કરાયો છે. 20મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે વાત કરશે. ગુજરાતમાં યોગ દિન નિમિત્તે મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને નેતાઓ યોગ ઉજવણીમાં જોડાશે. 23મી જૂને કાશ્મીરમાં શહિદ થયેલા જવાનોને અનુલક્ષીને દરેક જિલ્લામાં શહિદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાશે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી
