પ્રધાનમંત્રીએ અમદાવાદમાં જીસીએમએમએફની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોટેરા, અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની સફર ખેડી હતી અને ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણજયંતીની ઉજવણી બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોએ 50 વર્ષ અગાઉ જે રોપ્યું હતું, તે સમગ્ર વિશ્વમાં ડાળીઓ ધરાવતું વિશાળ વૃક્ષ બની ગયું છે. શ્વેતક્રાંતિમાં પ્રાણીઓના 'પશુધન'ના યોગદાનને સ્વીકારવાનું તેઓ ભૂલ્યા નહીં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી ભારતમાં કેટલીક બ્રાન્ડનો ઉદય થયો હોવા છતાં અમૂલ જેવી કોઈ બ્રાન્ડ નથી. તેઓએ કહ્યું હતું કે, અમુલ એ પરિવર્તનનું ઉદાહરણ છે, જે દૂરંદેશીપણા સાથે લેવાયેલા નિર્ણયો દ્વારા લાવવામાં આવે છે.
પ્રધાનમંત્રીએ રૂ. 10 લાખ કરોડનાં ડેરી ક્ષેત્રમાં મહિલાઓની કેન્દ્રીયતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડેરી ક્ષેત્રનું ટર્નઓવર 70 ટકા સુધી મહિલાઓ દ્વારા સંચાલિત છે, જે ઘઉં, ચોખા અને શેરડીના સંયુક્ત ટર્નઓવર કરતા વધારે છે. મોદીએ ગુજરાતની ડેરી સહકારી સમિતિઓમાં મહિલાઓની વધતી જતી સંખ્યા પર આનંદ વ્યક્ત કર્યો હતો અને ડેરીમાંથી થતી આવકનું સીધું તેમના બેંક ખાતામાં વિતરણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોટેરા, અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની સફર ખેડી હતી અને ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.
આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતનાં કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનાં ચેરમેન શામળ બી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. 1.25 લાખથી વધુ ખેડુતો ઉજવણીનો ભાગ બન્યા હતા.
